Category: અમદાવાદનાં સાયન્સ સિટીમાં કારનો કાચ તોડી 5 લાખની ચોરી1

અમદાવાદનાં સાયન્સ સિટીમાં કારનો કાચ તોડી 5 લાખની ચોરી

   સાયન્સ સિટી રોડ ઉપર કારનો કાચ તોડી પાંચ લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વેપારી કાર પાર્ક કરીને મોબાઈલ શોપમાં ગયો હતો. દરમિયાનમાં અજાણ્યા શખ્સે કારનો કાચ તોડીને કારમાંથી બેગની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. વેપારીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
    સૂત્રોના જણાવ્યા અનુસાર સોલા ભાગવત રોડ પર આવેલા સુર્યાય બંગ્લોઝમાં રહેતા મનીષ પટેલ કપચી વેચવાનો વેપાર કરે છે. તેઓ સોલા સાયન્સ સિટી રોડ પર આવેલી એક મોબાઇલ શોપમાં વસ્તુ લેવા માટે જવું હતું જેથી તેમણે કાર અષ્ટમંગલ મહાદેવ મંદિર પાસે પાર્ક કરી હતી. જ્યારે ત્યાં કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં ગયા ત્યારે અચાનક બુમાબુમ થતાં તે ગાડી પાસે ગયા હતા. તેમની ગાડીનો કાચ તુટેલો હતો. ગાડીમાં તપાસ કરી તો પાંચ લાખ ભરેલી બેગ ગાયબ હતી. જેથી તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા સોલા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘણી વ્યક્તિએ કારનો કાચ તોડી ચોરી કરતા હોવાની સોલા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
Social