Category: અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં ચાલતી કારમાં સ્ટંટ કરનારા છ વિરુદ્ધ ગુનો નોંધાયો1

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં ચાલતી કારમાં સ્ટંટ કરનારા છ વિરુદ્ધ ગુનો નોંધાયો

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં નીકળેલી શિવયાત્રા જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી ત્યારે વેજલપુરથી જીવરાજ પાર્કના રોડ પર યાત્રા પસાર થયા બાદ કેટલાક લોકો ચાલતી કાર પર બેસી સ્ટંટ કરતા હોવાનો એક વીડિયો ફરતો થયો હતો, જેમાં ત્રણ જણ કાર અને બીજા બે બારીની બહાર નીકળી સ્ટંટ કરતા હતા. ટ્રાફિક પોલીસે વીડિયોને આધારે કારચાલકની ધરપકડ કરી બાકીનાની શોધખોળ શરૂ કરી છે. પોલીસે વીડિયોમાં દેખાતી કારની નંબર પ્લેટ પરથી તપાસ કરતાં વિવેકાનંદ પાર્ટી પ્લોટ પાસેના સહજાનંદ ફ્લેટમાં રહેતો વિપુલ રબારી કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે, તે કાર લઈને જતો હતો ત્યારે તેના મિત્રો મહેશ રબારી, ભરત રબારી, દિનેશ રબારી, લાભુ રબારી તથા બીજો એક મિત્ર સહિત છ જણ કારમાં હતા. ત્રણ મિત્રો કાર પર બેસી ગયા હતા, જ્યારે બે મિત્ર બારીમાંથી બહાર નીકળીને ઊભા હતા. હાલ પોલીસેએકની ધરપકડ કરી છે અન્યને પકડવા શોધખોળ શરૂ કરી છે.

Social