Category: અમદાવાદના જુહાપુરામાં ચાઇનીઝ દોરી વેચવા આવેલા બે ઝડપાયા1

અમદાવાદના જુહાપુરામાં ચાઇનીઝ દોરી વેચવા આવેલા બે ઝડપાયા

જુહાપુરામાંથી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 19 રીલ સાથે એક યુવકની ધરપકડ કરી હતી. તેણે આપેલી માહિતીને આધારે દોરીનો જથ્થો પૂરો પાડનારાને પણ પકડી પાડી 73 રીલ જપ્ત કરવામાં આવ્યા હતા.

ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા લોકોને પકડી પાડવા પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે. ઝોન-7 ડીસીપીની એલસીબી સ્કવોડને બાતમી મળતા કાર્યવાહી થઈ હતી. એલસીબીની ટીમને જાણવા મળ્યું હતું કે, એક વ્યક્તિ ચાઇનીઝ દોરીના જથ્થા સાથે જુહાપુરામાં આવેલા યશ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થવાનો છે. બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હુસેની પાર્ક-2, જુહાપુરામાં રહેતા અબરાર કુરેશીની અટકાયત કરી હતી. તેની પાસેની થેલીમાં તપાસ કરતાં ચાઇનીઝ દોરીના 19 રીલ પકડાયા હતા. પૂછપરછમાં તેણે દોરીનો આ જથ્થો સલમાન પઠાણ નામની વ્યક્તિએ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે સલમાન પઠાણના ઘરે દરોડો પાડી ચાઇનીઝ દોરીના બીજા 73 રીલ જપ્ત કર્યા હતા. આ જથ્થો તેઓ આણંદથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

Social