Category: અમદાવાદના પ્રેમ દરવાજા પાસે 2 દુકાનમાં આગ ભભૂકી1

અમદાવાદના પ્રેમ દરવાજા પાસે 2 દુકાનમાં આગ ભભૂકી

અમદાવાદ શહેર વિસ્તારના માધુપુરામાં પ્રેમ દરવાજા પાસે આવેલા તેલની દુકાનોમાં આગ લાગવાની ઘટના બની હતી. આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 2 દુકાનો અને એક ટેમ્પો ઝપેટમાં ગયો હતો જો કે ફાયર વિભાગ દ્વારા આગને ગણતરીની મિનિટોમાં કાબૂમાં લઈ લેવામાં આવી હતી. ઘટનામાં કોઈપણ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ માધુપુરા પ્રેમ દરવાજા પાસે તેલની દુકાનો આવેલી છે, જેમાં આગ લાગી હતી. પહેલા એક દુકાનમાં આગ લાગી હતી, ત્યારબાદ અન્ય એક દુકાન આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ વિકરાળ બનતા રોડ પરનો ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમતથી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Social