Category: અમદાવાદમાંથી એક કરોડ પતિ પકડાયો : 4.70 લાખના વાહનો કબજે1

અમદાવાદમાંથી એક કરોડ પતિ પકડાયો : 4.70 લાખના વાહનો કબજે

     શહેરમાં ઘરફોડ અને વાહન ચોરીના અનેક ઘટનાઓ બની છે. ઘરફોડ અને લૂંટના બનાવો વધવા પાછળ સક્રિય થયેલી એક ગેંગને પકડવા માટે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા 100થી વધુ ચોરી આચરનાર એક કરોડ પતિ ચોરને પકડ્યો છે ક્રાઈમ બ્રાંચે 41થી વધુ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને 4.70 લાખના વાહનો કબજે કર્યાં છે. સૂત્રોના પાસેથી મળતી વિગતો અનુસાર ક્રાઈમ બ્રાંચની ટીમ મિલકત ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન તેમને આ કરોડપતિ ચોર અંગે ખાનગી બાતમી મળી હતી. 
       બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને દાણિલીમડા પીરાણા કચરાના ઢગલાની સામે સોમનાથ મહાદેવ મંદિર તરફ જતાં રોડની જમણી બાજુએ સ્થિત ખુલ્લી જગ્યામાંથી મુળ રાજસ્થાનના હિતેષ જૈન નામના વાહનચોર આરોપીને પકડી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે તેની પાસેથી 4.70 લાખની કિંમતના 30 એક્ટિવા કબજે કર્યા હતાં.
Social