Category: અમદાવાદમાં ગજાનંદ હાઉસના ઉપમાની ચટણીમાંથી જીવાત નીકળી : વિડીયો થયો વાઇરલ1

અમદાવાદમાં ગજાનંદ હાઉસના ઉપમાની ચટણીમાંથી જીવાત નીકળી : વિડીયો થયો વાઇરલ

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી અને રેસ્ટોરન્ટના પંજાબી થાળીમાંથી જીવાત નીકળવાની ઘટના બાદ શહેરના પરિમલ ગાર્ડન પાસે આવેલા ગજાનંદ હાઉસમાંથી ઓનલાઈન ઓર્ડર કરેલા ઉપમામાંથી પણ જીવાત નીકળી હોવાની ઘટના બની છે. મીઠાખળી વિસ્તારના એક કંપનીના કર્મચારીઓ પરિમલ ગાર્ડન પાસે આવેલા ગજાનંદ હાઉસમાંથી ઉપમા મગાવ્યો હતો. જેમાં જીવાત નીકળી હતી. સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પણ વાઇરલ કરવામાં આવ્યો છે. જેને લઈને હેલ્થ વિભાગની ટીમેને જાણ થતાં બંને એકમોને રૂ.20-20 હજારનો દંડ ફટકારી કાર્યવાહી કરી હતી.

Social