Category: અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતી 3970 મિલકત સીલ કરાઇ1

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતી 3970 મિલકત સીલ કરાઇ

મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સ ભરવા અનેક નોટિસ આપ્યા છતાં ટેક્સ ન ભરનારી શહેરની 3970 મિલકતો સીલ કરવામાં આવી છે. આ સાથે મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ. 6.77 કરોડની આવક થઇ છે. શહેરમાં ટેક્સ નહીં ભરતી મિલકતો સામે મ્યુનિ. દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં મધ્યઝોનમાં ટેક્સ નહીં ભરતી 402 મિલકતો સીલ કરવામાં આવી છે, જ્યારે સૌથી વધારે પશ્ચિમઝોનમાં 1300 મિલકત, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 478 મિલકત, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 494 મિલકત, પૂર્વઝોનમાં 557 મિલકત, દક્ષિણ ઝોનમાં 357 મિલકત અને ઉત્તરઝોનમાં 382 મિલકતોમાં સિટી ગોલ્ડ સિનેમા, શાયોના એસ્ટેટ, ક્રિશ્ના કોમ્પલેક્ષ, મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સહિતના વિવિધ એકમોનો સમાવેશ થાય છે.

Social