Category: અમદાવાદમાં બોર્ડની પરીક્ષા પહેલા અને પછીની 15 મિનિટ સુધીનું CCTVથી રેકોર્ડિંગ થશે, તમામ સ્કૂલોને સૂચના આપવામાં આવી1

અમદાવાદમાં બોર્ડની પરીક્ષા પહેલા અને પછીની 15 મિનિટ સુધીનું CCTVથી રેકોર્ડિંગ થશે, તમામ સ્કૂલોને સૂચના આપવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગત તારીખ 6 જાન્યુઆરીના રોજ મળેલી પરીક્ષા સમિતિમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યાં હતા.
બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય અન્વયે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે, જેમાં મુખ્યત્વે પરીક્ષાના તમામ બિલ્ડિંગ, તમામ બ્લોક, આચાર્ય કેબીન તેમજ અન્ય જરૂરી સ્થળો પર ફરજિયાત CCTV કેમેરા લગાવવાના રહેશે.પરીક્ષા સમય દરમિયાન તો રેકોર્ડિંગ કરવામાં આવશે. પરંતુ પરીક્ષા શરૂ થયાની 15 મિનિટ પહેલા અને 15 મિનિટ પછીનું પણ રેકોર્ડિંગ કરાશે. DEO દ્વારા કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ સુચના અપાઈ છે કે, CCTV કેમેરા એ રીતે લગાવવાના રહેશે કે જેનાથી સમગ્ર બ્લોકને આવરી લેવાય. પરીક્ષા પૂર્વે તમામ CCTVની ચકાસણી કરી લેવાની રહેશે.

Social