Category: અમદાવાદમાં વ્યવસાય વેરો નહીં ભરતી 180 દુકાનોને નોટિસ ફટકારી1

અમદાવાદમાં વ્યવસાય વેરો નહીં ભરતી 180 દુકાનોને નોટિસ ફટકારી

પ્રાપ્ત માહિતી અનુસાર થલતેજમાં આવેલા પેલેડિયમ મોલમાં વ્યવસાય વેરો નહીં ભરતાં 180 દુકાનને મ્યુનિ.એ નોટિસ ફટકારી છે. તેમજ અન્ય વિસ્તારમાં 306 એકમોને નોટિસ આપી ટેક્સ વિભાગે રૂ. 8.28 લાખ વ્યવસાય વેરો વસૂલ્યો હતો. મ્યુનિ.એ ઝોન દીઠ 4 ટીમ બનાવી કોલેજ, મોલ, રેસ્ટોરાં, હોસ્પિટલ સહિતના એકમોની તપાસ કરી બાકી વ્યવસાય વેરો ભરી દેવા માટે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે નિયમોનું પાલન નહીં 12 બાંધકામ સાઈટને મ્યુનિ.એ નોટિસ સીલ કરી છે. આ 4 એકમોમાં જગતપુરની અરાઈઝ એન્ટલાન્ટિસ, ભાડજ સર્કલ પાસેની જગતપુર મેગ્નેટ ઈમ્પ્રેશન, નવરંગ સ્કૂલની બાજુમાં આવેલી સિદ્ધાર્થ આઈકોન અને એસપી રિંગ રોડ પર આવેલી ઈન્દ્રપ્રસ્થ સીવાન્તાનો સમાવેશ થાય છે.

Social