Category: અમદાવાદમાં સાત દિવસ પહેલાં બે પેટી દારૂ સાથે પકડાયેલી મહિલા બુટલેગર 92 કફ સિરપ સાથે પકડાઈ1

અમદાવાદમાં સાત દિવસ પહેલાં બે પેટી દારૂ સાથે પકડાયેલી મહિલા બુટલેગર 92 કફ સિરપ સાથે પકડાઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર વટવાની મહિલા બુટલેગર સુરૈયાબાનુ ઉર્ફે નાઝ કુત્બુદ્દીન પઠાણની પોલીસે 31 ડિસેમ્બરે વિદેશી દારૂની બે પેટી સાથે ધરપકડ કરી હતી. જોકે દારૂના કેસમાં છૂટ્યા બાદ મહિલા બુટલેગરે પ્રતિબંધિત કફ સિરપ મગાવીને વેચવાનું શરૂ કરી દીધું હતું, એસઓજીના પીએસઆઈ એસ. યુ. ઠાકોરને મળેલી બાતમીને આધારે તેમણે સુરૈયાબાનુના ઘરે દરોડો પાડીને મકાનના ભોંયરામાંથી કફ સિરપની 92 બોટલ સાથે સુરૈયાબાનુ અને તેના મિત્ર અબ્દુલ સલામ ઉર્ફે સોહિલ મહેબુબથાન પઠાણનેે ઝડપી લીધાં હતાં. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે, જુહાપુરાના રાજા નામના શખ્સ પાસેથી રૂ.200માં સિરપ લાવીને રૂ. 400માં વેચતી હતી.

Social