Category: અમદાવાદ શહેર સહિત ગ્રામ્યમાં 28 ડિસેમ્બર સુધી 12 ડિગ્રી ઠંડી પડવાની આગાહી1

અમદાવાદ શહેર સહિત ગ્રામ્યમાં 28 ડિસેમ્બર સુધી 12 ડિગ્રી ઠંડી પડવાની આગાહી

છેલ્લાં એક અઠવાડીયાથી રાજ્યમાં ઠંડા પવન શરૂ થયા છે જેના લીધે શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનું જોર વધ્યું છે.ત્યારે 25 ડિસેમ્બર બાદ રાત્રિનું તાપમાન ગગડીને 12 ડિગ્રી પહોંચવાની શકયતા હવામાન સૂત્રોએ વ્યક્ત કરી છે. આ વર્ષે ડિસેમ્બર પૂરો થવાને અઠવાડિયું બાકી છે તેમ છતાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી નીચે ગયો નથી. વળી વાદળ છાયુ વાતાવરણની અસરથી ઠંડીનું મોજુ ફરી વળતાં મહત્તમ તાપમાન ગગડ્યું હતું. ડિસેમ્બર મહિનાની કાતિલ ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે.

Social