Category: અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી1

અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી

સૂત્રોના કહેવા મુજબ અમરેલી જિલ્લાના લાલવદર ખાતે કૂવામાંથી એક સાથે 3 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના લાલવદર નજીક આવેલ વાડીના કૂવામાં 3 લોકોના મૃતદેહ હોવાની વાત ની ખબર પડતા જ વાડીમાં કૂવા પાસે લોકોના ચોળે ટોળાં ઉમટી પડ્યા હતા. લાલવદર નજીક દકુ ધાનાણીની વાડીના કૂવામાં 3 લોકોના મૃતદેહ મળી આવતા વાડી માલિકે બનાવ અંગે પોલીસ તંત્રને જાણ કરી હતી. અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે, લાલાવદર ગામની સીમમાં કૂવામાંથી મળી આવેલા મૃતદેહ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. પરિવારે આત્મહત્યા શા માટે કરી તેની તપાસ કરવામાં આવશે.

Social