Category: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂ. જાનકીદાસ બાપુને નિમંત્રણ1

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂ. જાનકીદાસ બાપુને નિમંત્રણ

લોહાણા સમાજની ગુરુગાદી એટલે સાણંદ વિરમગામ અને નળકાંઠાની ત્રિભેટે આવેલું “ભાણ તીર્થ ” કમીજલા જ્યાં હાલ પૂજ્ય સંત શ્રી રવિ ભાણ સાહેબની પરંપરાને આગળ ધપાવતા પૂજ્ય સંત શ્રી 1008 જાનકીદાસ બાપુ બિરાજમાન છે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય અને દિવ્ય રામ મંદિર ની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર ભારત વર્ષમાંથી સંતો મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે લોહાણા સમાજના પ્રતિનિધિ સમાં પૂજ્ય સંત શ્રી જાનકીદાસ બાપુ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પૂજ્ય બાપુને આમંત્રણથી લુહાણા સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.

Social