Category: આંબાવાડીમાં ભેખડ ધસી પડતા પાંચ લોકો દટાયા: એક શ્રમિકનું મોત1

આંબાવાડીમાં ભેખડ ધસી પડતા પાંચ લોકો દટાયા: એક શ્રમિકનું મોત

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક નજીક જુના જીએસટી ભવન પાછળ આવેલી શ્યામ કામેશ્વર હાઇટ્સ નામની ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા પાંચ વ્યક્તિઓ દટાયા હતા. જેમાં 13 વર્ષના અલ્કેશ નામના સગીરનું દટાઈ જતા મોત થયું છે. ચાર વ્યક્તિને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી જઈ કાર્યવાહી કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે, આંબાવાડી વિસ્તારમાં જૂની જીએસટી ભવનની સામે કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડી છે અને કેટલાક લોકો દબાયા છે. ઘટનાની જાણ કરવામાં આવતા નવરંગપુરા ફાયર સ્ટેશન અને જમાલપુર ફાયર સ્ટેશનની 4થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ પહોંચે તેના પહેલા ચાર વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા. જ્યારે એક વ્યક્તિ દટાયેલી દટાયેલ હતો, જેની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વ્યક્તિને શોધી બહાર કાઢવામાં આવ્યો હતો. 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક અલ્કેશ પ્રતાપભાઈ ડોડીયા (ઉં. આશરે 13) હોવાનું જાણવા મળ્યું છે. એલિસબ્રિજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.

દટાયેલા વ્યક્તિઓ

  1. અલ્કેશ પ્રતાપભાઈ ડોડીયા (ઉં. વ. આશરે 13) (મોત)
  2. સુખરામ (ઉ. વ. આશરે 30)
  3. કૈલાશ (ઉ. વ. આશરે 35)
  4. એતરો (ઉ. વ. આશરે 22)
  5. વિકાસ (ઉ. વ. આશરે 18)
Social