Category: આપણે શા માટે અનુસરીએ છીએ ? – જે.કૃષ્ણ મૂર્તિ1

આપણે શા માટે અનુસરીએ છીએ ? – જે.કૃષ્ણ મૂર્તિ

આપણે શા માટે અનુસરીએ છીએ, શા માટે આપણે સ્વીકારી લઈએ છીએ ? આપણે બીજાના આધિપત્ય નીચે, તેના દોરવાયા દોરવાઈએ છીએ, બીજાના અનુભવો થી દોરવાઈએ છીએ અને ત્યાર બાદ તેને શંકાની દ્રષ્ટિથી જોઈએ છીએ; કોઈ આપણને દોરે એવા આધિપત્યની શોધ અને ત્યાર બાદ આવનારી અનુસરણ કરવાની બાબતો ભ્રમ દૂર કરે તેવી બાબતો મોટા ભાગના લોકો માટે પીડા આપે તેવી પ્રક્રિયા છે. આપણે એક વાર જેનું આધિપત્ય સ્વીકાર્યું હોય તે વ્યક્તિ ઉપર તે નેતા કે તે શિક્ષક ઉપર જ આપણે દોષારોપણ કરીએ છીએ, તેની ટીકા કરીએ છીએ, પરંતુ આપણે આપણા ઉપર પોતાનું આધિપત્ય ધરાવે તેવી વ્યક્તિની, આપણને દોરે તેવી વ્યક્તિ માટેની આપણી શોધ અને ઘેલછાને તપાસતા નથી. એક વાર આપણે આપણી આ ઘેલછાને સમજી લઈએ તો આપણે આપણી શંકાનું મહત્વ કેટલું છે તે સમજાઈ જશે.
સદ્દગુણને કોઈ આધિપત્ય નથી હોતું
શું મન આધિપત્ય થી મુક્ત થઈ શકે ? તેનો અર્થ એ છે કે જો તે ભયથી મુકત થઇ શકે, તો તેને કોઈનું અનુસરણ કરવાની જરૂર રહે નહીં ;જો એમ થાયતો તેને અનુકરણ પણ કરવું ન પડે, કારણકે અનુકરણ કરવું એ યાંત્રિક બની જાય છે, તે સદ્દગુણ નથી રહેતો. છેવટે સદ્દગુણએ સારાની પુનરૂક્તિ નથી. સદગુણ તો એવું કાંઈક છેકે જે દરેક ક્ષણે ક્ષણે હોવું જોઈએ, નમ્રતાની જેમ. નમ્રતા કેળવી ન શકાય અને જે મન નમ્રતાની ન ધરાવતું હોય તે શીખવા માટે સક્ષમ નથી આમ સદ્દગુણ ઉપર કોઈનું આધિપત્ય નથી.સામાજિક નૈતિકતા એ નૈતિકતા છે જ નહીં, તે અનૈતિક છે કારણકે હરીફાઈ, લોભ – મહત્વકાંક્ષા યોગ્ય છે એવું સ્વીકારે છે. એટલે જ સમાજ અનૈતિકતાને પ્રોત્સાહન આપે છે. સદ્દગુણતો નૈતિકતાથી પણ ચડિયાતી બાબત છે. સદ્દગુણ વગર વ્યવસ્થા ન જળવાય અને આ વ્યવસ્થા કોઈ નિયત માળખા મુજબ ન હોય કોઈ સૂત્ર મુજબ ન હોય . જે મન કોઈ નક્કી કરેલ સૂત્ર પ્રમાણે સદ્દગુણ પ્રાપ્ત કરવા પોતાને તૈયાર કરે ત્યારે ત્યારે તે પોતાને માટે અનૈતિકતા ની સમસ્યા ઉભી કરે છે. જયારે મન હક્કીકતમાં સદ્દગુણ શું છે, તે સમજવા માંગતું હોય ત્યારે નિસર્ગના નિયમ થી પર મન જે બાહ્ય આધિપત્યને કલ્પના થી ઇશ્વર નૈતિક વગેરે જેવી બાબતોને ભૌતિક સ્વરૂપ આપે છે. ત્યારે તે વિનાશક બની જાય છે. આપણા ઉપર આપણું પોતાનું પણ, આધિપત્ય હોય છે જે આપણા અનુભવ, જ્ઞાન વગેરેના સ્વરૂપનું હોય છે. અને આપણે તેને અનુસરવાનો પ્રયત્ન કરી એ છીએ. આનું સતત પુનરાવર્તન થયા જ કરે છે તે આપણે સહુ જાણીએ છીએ. વ્યવસ્થા જાળવવા પોલીસના આધિપત્ય જે, નિયમોના આધિપત્ય જેવું નથી; છતાં બધા જ ધરાવે છે તેવું માનસિક આધિપત્ય પણ સદ્દગુણ માટે વિનાશક બને છે કારણકે સદ્દગુણ એવું કાંઈક છે જે જીવંત છે, ગતિશીલ છે. જે રીતે તમે, નમ્રતાને કેળવી નથી શકતા, જે રીતે તમે, પ્રેમને કેળવી નથી શકતા, તે જ પ્રમાણે સદ્દગુણ પણ કેળવી નથી શકતો અને તેમાં જ તેનું પરમ સૌંદર્ય છુપાયેલું છે. આ સદ્દગુણ યાંત્રિક નથી અને સદગુણ વગર સ્પષ્ટ વિચારધારાનો કોઈ આધાર જ રહેતો નથી.
જુનવાણી મન આધિપત્યની અસર હેઠળ હોય છે.
ત્યારે સમસ્યા એ છે કે જે મન નો વિકાસ અસંખ્ય સંપ્રદાયો, ધર્મો અને અંધશ્રદ્ધા ભય અને પૂર્વ સંસ્કારોના બંધનોમાં જકડાઈને થયો છે તેને માટે આ કોચલાને તોડીને એક નવા મન તરીકે બહાર આવવું શક્ય છે ? જુનવાણી મન અનિવાર્ય પણે કોઈના આધિપત્યની ઊંડી અસર હેઠળ હોય છે . આધિપત્ય શબ્દનો ઉપયોગ કાયદાકીય અર્થમાં નથી કરતો પરંતુ બાહ્ય પણે કે આંતરિક પણે પરંપરાનું આધિપત્ય, જ્ઞાનનું આધિપત્ય, અનુભવનું આધિપત્ય, આ સમાજમાં સલામતી શોધવી અને એ સલામતીમાં રહેવાનું આધિપત્ય, કારણકે છેવટે તો મન એવા સ્થળની શોધમાં રહેતું હોય છે કે જ્યાં તે સલામત અને કોઈ ની દખલગીરી વગર રહી શકે આનું આધિપત્ય કદાચ પોતાના દ્વારા ખુદ ઉપર લાદેલુ પોતાના વિચારોનું કે તથાકથિત ધાર્મિક ઇશ્વર ની કલ્પનાનું આધિપત્ય હોઈ શકે ધાર્મિક વ્યક્તિ માટે જેમાં કોઈ વાસ્તવિકતા નથી, વિચાર હકીકત નથી, તે કલ્પના છે. ઇશ્વર માની લીધેલી કલ્પના છે. તમે કદાચ તેમાં માનતા હો તેમ છતાં તે કલ્પના છે. પરંતુ ઇશ્વરને પામવા માટે તમારે એ કલ્પનાને સંપૂર્ણ પણે છોડી દેવી જોઈએ. કારણકે જુનવાણી મન ભયભીત મન છે, તે મહત્વકાંક્ષી છે. અને મુત્યુથી હંમેશા ભયભીત છે. તે સભાનપણે અભાનપણે હંમેશા અમર અને સલામત કેમ રહેવાયતે જ શોધે છે.
શરૂઆત થી જ મુક્ત
કોઈ ને દોરવાની કે કોઈ દ્વારા દોરવાની ઈચ્છાના આવેગને જો આપણે સમજી શકીએ તો કદાચ આપણે દોરવાણીની આ પાંગળી કરી હતી અસરોથી મુકત થઇ શકીએ આપણને નિશ્ચિતતાની અસર બનવાની, સાચા હોવાની સફળ થવાની, જાણવાની ઘેલછા હોય છે. અને તે આપણી આસપાસ આંતરિક પણે વ્યકતિગત અનુભવના આધિપત્યને સર્જે છે. અને બાહ્ય પણે તે સમાજનું, કુટુંબનું, ધર્મનું આધિપત્ય સ્થાપે છે. પરંતુ આધિપત્યને અવગણવું કે તેના બાહ્ય પ્રતીકોને ખંખેરવાએ તો નજીવી બાબત છે.
એક પરંપરા છોડીને બીજી પરંપરાને અપનાવવી એક નેતાને છોડીને બીજા નેતાની પાછળ જવું એ બધા ઉપરછલ્લા પ્રયત્નો છે. જો આપણે આધિપત્યની સમગ્ર પ્રક્રિયા જાણવી હોય અને તેને બારીકાઈથી સમજવી હોય તેમજ આપણે અમર થવાની આપણી ઈચ્છા છોડી આગળ જવું હોય તો આપણા જીવનમાં પુષ્કળ સભાનતા અને અન્તદ્રષ્ટિ હોવા જોઈએ આપણે અંતે નહીં પણ શરૂઆત થી જ મુક્ત હોવા જોઈએ.
અજ્ઞાન માંથી અને દુઃખમાંથી મુક્તિ
આપણે આશા અને ભય સાથે સંભાળીએ છીએ.આપણે બીજાનો પ્રકાશ શોધીએ છીએ પરંતુ આપણે તે સમજી શકી એ તેટલા જાગરૂક અને શાંત હોતા નથી.એવી મુક્ત વ્યક્તિ આપણી ઈચ્છાઓ પુરી કરી શકે તેવી શક્તિની શોધ કરતા રહીએ છીએ. આપણી મોટાભાગની ઈચ્છાઓ સંતોષ મેળવવાની હોય છે. જે કોઈ મુક્ત છે તેમને કેવી રીતે ઓળખવા એ જાણવું મહત્વનું નથી પરંતુ પોતાની જાતને કેવી રીતે સમજાવી તે મહત્વનું છે કોઈપણ અધિકૃત સત્તા કે વ્યકતિ અહીં અત્યારે કે પછી તેમને તમારા વિષેનું જ્ઞાન આપી શકે નહિ. અને સ્વજ્ઞાન વગર અજ્ઞાન અને દુઃખમાંથી મક્તિ ન મળે.
( ધ બુક ઓફ લાઈફ માંથી )

Social