Category: આસોદરની સ્કૂલ પ્રવાસની બસને અકસ્માત; 17થી વધુ બાળકને ઇજા1

આસોદરની સ્કૂલ પ્રવાસની બસને અકસ્માત; 17થી વધુ બાળકને ઇજા

આણંદ જિલ્લાના આસોદર ગામની એચ. ડી. પટેલ તથા શ્રીમતી આર. એફ. પઢિયાર ઉ. મા. શાળાના વિદ્યાર્થીઓની 6 બસ સોમનાથના પ્રવાસે નીકળી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક બાળકોની પ્રવાસી બસ સહિત ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા રોડ બ્લોક થઇ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર વંથલી પાસે જુનાગઢ રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ નજીકથી બાઈકની પાછળ ખાનગી મીની બસ જઈ રહી હતી ત્યારે આ બસના ચાલકે બાઈક ચાલકને બચાવવાનો પ્રયાસ કરતા તેની બસ ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી. આ દરમિયાન આણંદ જિલ્લાના આસોદર ગામની શાળાના બાળકોને પ્રવાસી બસની બસ સાથે ટક્કર થઈ હતી. અને અકસ્માતમાં એક કાર પણ વચ્ચે આવી ગઈ હતી. આ પ્રમાણે સર્જાયેલા અકસ્માતને લઈને હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાની સાથે 108ની 5 એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી ગઈ હતી. સોમનાથનો પ્રવાસ પૂરો કરી જુનાગઢ આવી રહેલી પ્રવાસની બસનાં 17થી વધુ બાળકોને ઇજા થતાં સારવાર માટે ખસેડ્યાં હતા. આસોદર ગામની 6 બસ સોમનાથના પ્રવાસે નીકળી હતી આસોદર ગામની એચ. ડી. પટેલ તથા શ્રીમતી આર. એફ. પઢિયાર ઉ.મા. શાળાના વિદ્યાર્થીઓની 6 બસ સોમનાથના પ્રવાસે આવી હતી. 4 વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતને લઇ હાઇવે ટ્રાફિકજામ થઈ ગયો હતો. જો કે પોલીસે ક્રેનની મદદથી બસને ખસેડી તાત્કાલિક વાહન વ્યવહાર પૂર્વક કરાવ્યો હતો.

Social