Category: ઈસનપુરમાં ધો.12ની વિદ્યાર્થિનીએ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો1

ઈસનપુરમાં ધો.12ની વિદ્યાર્થિનીએ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો

ઘોડાસરમાં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીએ કોઈ સુસાઇડ નોટ મૂકી ન હોવાથી આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. ઇસનપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

ઘોડાસરમાં આવકાર હોલ પાસે આવેલા પાયલ ફ્લેટમાં રહેતા હિરેનભાઈને બે દીકરી છે. જેમાંથી મોટી દીકરી ક્રેયા કાંકરિયા ખાતે આવેલી દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં ભણતી હતી. પિતા નોકરીએ ગયા હતા જ્યારે માતા નાની દીકરીને સ્કૂલે લેવા ગયાં હતાં. આ સમય દરમિયાન 16 વર્ષની ક્રેયાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. માતા નાની દીકરીને લઈને ઘરે આવ્યા પછી આત્મહત્યાની જાણ થતાં તરત ક્રેયાના પિતાને બોલાવવામાં આવ્યા હતા અને ઇસનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Social