Category: કલોલમાં જમીનની અદાવતમાં ધોકા વડે હુમલો, બે વિરુદ્ધ ફરિયાદ1

કલોલમાં જમીનની અદાવતમાં ધોકા વડે હુમલો, બે વિરુદ્ધ ફરિયાદ

કલોલમાં સીંદબાદ હોટલ સામે આવેલા પાંસરવાળા મોટર્સ આગળ 16 જાન્યુઆરીના રોજ બપોરના 12:00 વાગ્યે મોહમ્મદ અસ્ફાક અબ્દુલગની મેમણ પોતાની જીપ કંપાસ ગાડી લઈને પસાર થતાં હતા. તે સમય ફરિયાદીની ગાડીને આરોપી ઇસ્માઇખાં બજીદખાં પઠાણે તેમજ જાકીર ઇસ્માઇલખાં પઠાણે રોકી ઉભા રાખતા ફરિયાદીએ ગાડી રોકવાનું કારણ પૂછતાં આરોપીઓએ કહ્યું, તમે અમારી જમીન પર નવી ઓફિસ કેમ બનાવો છો. તેમ કહેતા ફરિયાદીએ કહેલું આ જમીન અમે ફરયાદીની ભાગીદારી પેઢી કોર્નર પોઈન્ટની માલિકીની છે. આરોપીઓ ફરિયાદી પર ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી ધોકાવા વડે હુમલો કરી માર મારેલો અને હવે પછી આ જમીન પર જો પગ મુકીશ તો જાનથી મારી નાખશુંની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Social