Category: કલોલમાં જ્વેલર્સ આગળ પાર્ક કરેલ એક્ટીવાની ચોરી કરી તસ્કર ફરાર1

કલોલમાં જ્વેલર્સ આગળ પાર્ક કરેલ એક્ટીવાની ચોરી કરી તસ્કર ફરાર

વાહન ઉઠાંતરી કરતી ટોળકી વર્ષોથી સક્રિય છે. તેની ઉપર સદંતર અંકુશ મેળવવામાં પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેનો પુરાવો શહેરમાં પ્રતિદિન પોલીસ ચોપડે નોંધાતા વાહન ચોરીના ગુનાઓ છે. તેવામાં વધુ એક વાહન ચોરીની ઘટના સામે આવી છે.

કલોલ ખાતે રહેતા મનોજકુમાર અચલચંદ સોની પોતાનું એક્ટિવા પાર્ક કરીને પોતાની રાજદીપ જ્વેલર્સમાં હતા. જ્યારે દુકાન બંધ કરીને બહાર જઈને જોયું તો એક્ટિવા જ્યાં પાર્ક કર્યું હતું ત્યાં મળી આવ્યું નહતું. એક્ટીવાની આજુબાજુમાં શોધખોળ કરતાં એક્ટીવાની ક્યાંય ભાળ મળી નહતી અંતે મનોજકુમાર અચલચંદ સોનીએ 30,000 ના ચોરીની કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અત્રે નોંધનીય છે કે, વાહન ચોરીના ગુનામાં તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ન ધરાતા તસ્કરોને મોકળું મેદાન મળવાની સાથે અરજદારને તળિયા ઘસવાનો વખત આવે છે.

Social