Category: કાર્યવાહી : UGVCLની 23 ટીમે સાણંદમાં 918 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૂ.1 કરોડ રિકવર કર્યા1

કાર્યવાહી : UGVCLની 23 ટીમે સાણંદમાં 918 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૂ.1 કરોડ રિકવર કર્યા

સાણંદ અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી વીજ બિલ નહીં ભરનાર આશરે 12,130 જેટલા ગ્રાહકો સામે વીજ વિભાગે લાલ આંખ કરી છે. સાબરમતી વર્તુળ કચેરીના અધિકારીઓ સહિત યુજીવીસીએલની 23 ટીમોએ સાણંદ શહેરમાં તેમજ તાલુકાનાં અણદેજ, ચેખલા,નિધરાડ, ગોધાવી, વડનગર, વસોદરા, રૂપાવટી, ગોરજ, જુડા, જુવાલ, માણકોલ ,જાંબુથલ ગામમાં જે ગ્રાહકોએ આશરે ગત એપ્રિલથી વીજ બિલ ન ભરતા હતા, તેઓના ત્યાં વીજ બીલના બાકી નાણાંની વસુલાતની કામગીરી હાથ ધરી હતી.
જેમાં યુજીવીસીએલની ટીમે એક દિવસમાં 918 ગ્રાહકોના વીજ બીલના બાકી લેણાના રૂ.1 કરોડ જેટલી રકમ સ્થળ ઉપર વસુલ કરી હતી. જ્યારે 139 ગ્રાહકએ વીજ બિલના બાકી લેણાની રકમ ભરપાઈ ન કરતાં તેઓના વીજ કનેક્શન તંત્રએ કાપ્યા હતા.

Social