Category: ગાંધીનગરના જાખોરામાં પાવડાથી હુમલો કરી શખ્સે આધેડને મોતને ઘાટ ઉતારી દીધા1

ગાંધીનગરના જાખોરામાં પાવડાથી હુમલો કરી શખ્સે આધેડને મોતને ઘાટ ઉતારી દીધા

ગાંધીનગરના જાખોરા ગામમાં રહેતા પોલીસ કર્મીના પિતા ઉપર શખ્સે સામાન્ય બાબતે ઝઘડો કર્યો હતો. જે બાદ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. ઝગડા નહી કરવા બાબતે સમજાવવા જતા મામલો બીચક્યો હતો અને પાવડાથી હુમલો કરી દેતા આધેડને ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ મોત થયુ હતુ. આ અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાતા પોલીસે તપાસ આદરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જાખોરા ગામમાં રહેતા અને અડાલજ પોલીસ મથકમાં ફરજ બજાવતા મુકેશજી બાદરજી ઠાકોરના પિતા બાદરજી ગમીરજી રાઠોડ પર ગામમાં રહેતો સંજય પ્રતાપજી રાઠોડે હુમલો કર્યો હતો. સંજય છેલ્લા બે દિવસથી ગામમાં લોકો સાથે સામાન્ય બાબતે ઝગડા કરતો હતો. જેથી બાદરજી તેને સમજાવવા માટે જતાં સંજય ઘરેથી પાવડો લઇને નિકળ્યો જો કે સ્મશાન નજીક બાદરજી સંજયને ઝગડા નહી કરવા બાબતે સમજાવી રહ્યા હતા. ત્યારે તેને પિત્તો ગુમાવી બાદરજીને પાવડાના ફટકા મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. આ અંગે મુકેશજીએ સંજય સામે ચિલોડા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી.

Social