Category: ગાંધીનગરના વાવોલ ગામે બંધ મકાનમાંથી 18 હજારની મત્તા ચોરી થતાં ફરિયાદ1

ગાંધીનગરના વાવોલ ગામે બંધ મકાનમાંથી 18 હજારની મત્તા ચોરી થતાં ફરિયાદ

મળતી વિગત અનુસાર ગાંધીનગરના વાવોલ ગામે રહેતા વિશાલભાઇ મધુકાન્તભાઇ ચાવડા કોમ્પ્યુટર ગ્રાફિક્સનુ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.૧૦/૦૧/૨૦૨૪ના રોજ પરીવાર સાથે મકાનના મુખ્ય દરવાજાને લોક કરી મોટી દિકરી તિશ્યાની સાસરી ઝુડાલ ખાતે ખબર અંતર પુછવા માટે ગયા હતા. આ બાબતે પડોશમાં રહેતા રૂકમણીબેનને જાણ કરી હતી. જે બાદ પડોશમાં રહેતા રૂકમણીબેને ફોન મારફતે જણાવ્યું હતું કે તમારા મુખ્ય દરવાજાનું હેડલ ખુલ્લુ છે. તમો ઘરે આવી ગયા છો. તેમ જણાવતા ફરિયાદી તાત્કાલિક ઘરે આવી જોતાં મુખ્ય દરવાજાનુ લોક તૂટેલુ હતું. ઘરમાં પ્રવેશતા ઘર વખરીનો સરસામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો. બેડરૂમની તિજોરીમાં તપાસ કરતાં એક નંગ ચાંદિનુ મંગલસુત્ર, બે નંગ ચાંદિની બંગડી, એક નંગ ચાંદિની વીંટી, બે નંગ ચાંદીની ઝાંઝરી સહિત ૧૮,૯૦૦ સહિતની મત્તા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. જે મામલે તેમણે અજાણ્યા ઇસમ સામે સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Social