Category: ગાંધીનગરના સ્વામિનારાયણ ધામ પાસે ગેરેજમાં લાગેલી આગે અન્ય ચાર દુકાનો – છ ફ્લેટને લપેટમાં લીધા1

ગાંધીનગરના સ્વામિનારાયણ ધામ પાસે ગેરેજમાં લાગેલી આગે અન્ય ચાર દુકાનો – છ ફ્લેટને લપેટમાં લીધા

ગાંધીનગરના સ્વામિનારાયણ ધામ નજીક આવેલા ઉમિયા કોમ્પલેક્ષમાં ગત મોડી રાતે એક ગેરેજમાં લાગેલી આગે જોતજોતામાં અન્ય ચાર દુકાનો તેમજ છ ફ્લેટને ભરડામાં લઈ લેતા વસાહતીઓનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. એકાએક આગ ભભૂકી ઉઠતાં દૂર દૂર સુધી આગની જવાળાઓ જોવા મળી હતી. બનાવના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડનો કાફલાએ ઘટનાસ્થળે દોડી જઈ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
આગની જવાળા જોઈને આસપાસના અન્ય સોસાયટીના રહીશો પણ દોડી મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જ્યારે આગનું વિકરાળ સ્વરૂપ જોઈ રાહદારી વાહન ચાલકો પણ ઉભા રહી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સતત પાણીનો મારો ચલાવીને કલાકોની ભારે જહેમત પછી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આ આગમાં ગેરેજમાં રાખેલા વાહનો સહિતનો સર સામના ભડથું થઇ ગયો હતો.

Social