Category: ગાંધીનગરમાં અંબાપુર પાટીયા પાસે ઇરિગેશન સિસ્ટમમાંથી અજાણ્યા ઇસમો ચોરી કરી ફરાર1

ગાંધીનગરમાં અંબાપુર પાટીયા પાસે ઇરિગેશન સિસ્ટમમાંથી અજાણ્યા ઇસમો ચોરી કરી ફરાર

ગાંધીનગર ચ-૦ થી કોબા સર્કલ સુધી મેઇન રોડ પર પ્લાન્ટેશન તેમજ ઇરિગેશનની ચાલી રહેલી કામગીરીમાં અંબાપુર પાટીયા પાસે ઇરિગેશન સિસ્ટમમાંથી બે પ્રેશર પંપ, કુલ 6 નંગ વાલ્વ,4 નંગ હેડર વગેરે ચીજ વસ્તુઓ જેની આશરે કિં રૂ 2,50,000/- ની ચોરી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કરાઇ હોવાનું જાણવા મળતા કોન્ટ્રાક્ટરે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદ નોંધવાર કોન્ટ્રાકટર દિવ્યેશ પટેલ જેઓને મ્યુનસિપલ કોર્પોરેશન ગાંધીનગર તરફથી ચ-0 થી કોબા સર્કલ સુધી મેઇન રોડ પર પ્લાન્ટેશન તેમજ ઇરિગેશનના કોન્ટ્રાક્ટની કામગીરી અપાઈ હતી. શરૂ કરાયેલી કામગીરીમાં ઇરિગેશન સિસ્ટમની કામગીરી પૂર્ણ થતાં પાણીની ટાંકી સાથે કનેક્શન આપવા જતાં તેમણે જાણ થઈ કે ઇરિગેશન સિસ્ટમમાંથી બે પ્રેસર પંપ, બટરફ્લાય વાલ્વ 4 નંગ તથા નોન રિટર્ન વાલ્વ 2 નંગ તેમજ એવી જુદી જુદી ચીજ વસ્તુઓની ચોરી કરી કુલ આશરે કિંમત 2,50,000 ની ચોરી કરી કોઈ અજાણ્યો ફરાર થઈ જતા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઇન્ફોસિટી પોલીસ અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.

Social