Category: ગાંધીનગરમાં આદિવાડાની લિસ્ટેડ મહિલા બુટલેગરના ગલ્લામાંથી વિદેશી દારૂ જપ્ત1

ગાંધીનગરમાં આદિવાડાની લિસ્ટેડ મહિલા બુટલેગરના ગલ્લામાંથી વિદેશી દારૂ જપ્ત

ગાંધીનગરના આદિવાડાની લિસ્ટેડ મહિલા બુટલેગરજેલમાં ધકેલી દેવાઈ હતી. જેલમાંથી બહાર આવીને મહિલા બુટલેગરે પુનઃ દારૂનું વેચાણ ચાલુ રાખતા આ અંગે પોલીસે બાતમી મળી હતી.જે આધારે સેક્ટર – 21 પોલીસે દરોડો પાડ્યો હતો. જો કે, પોલીસ રેડની અગાઉથી જાણકારી મળી ગઈ હોવાથી મહિલા ફરાર થઈ ગઇ હતી. પોલીસે તેના ગલ્લાએથી ૬,૬૮૫ની વિદેશી દારૂની 244 નંગ બિયરનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર સેક્ટર – 21 પોલીસ મથકની હદ વિસ્તારનાં આદિવાડા ગામના દંતાણી વાસમાં રહેતી સવિતાબેન મુકેશભાઇ દેવીપૂજક ઈંગ્લિશ દારૂનો છેલ્લા ઘણા વખતથી ધંધો કરે છે. અત્યાર સુધીમાં સવિતા વિરુદ્ધ એક ડઝનથી વધુ પ્રોહીબીશનનાં ગુના નોંધાઈ ચૂક્યા છે જેનાં કારણે સવિતાને લિસ્ટેડ બુટલેગરોની યાદીમાં મૂકીને પોલીસ દ્વારા તેની ગતિવિધિઓ ઉપર બાઝનજર રાખવામાં આવતી રહે છે તેમ છતાં સવિતા આ પ્રવૃતી ચાલુ રાખતા પોલીસે તેના વિરુદ્ધમાં પાસાની દરખાસ્ત પણ કરાઈ હતી. જે દરખાસ્ત મંજૂર થઈ જતાં પોલીસે સવિતાને જેલમાં પણ ધકેલી દીધી હતી. જેલમાંથી છૂટીને આવ્યાં પછી સવિતા પુનઃ દારૂનો ધંધો શરૂ કરી દીધો હતો. ત્યારે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રીતે બાતમી મળી હતી કે અગાઉ ઇગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલ આદિવાડા ગામની સવિતાબેન મુકેશભાઇ દેવીપૂજક તેના ઘરની આગળ આવેલ લાકડાના ગલ્લા નીચે તથા મારવાડી વાસમાં આવેલ તેના બીજા પતરાવાળા મકાનમાં કેટલોક ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરે છે જે આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સવિતાબેન ઘરે હાજર મળી આવ્યા ન હતા. જે બાદ લાકડાના ગલ્લા નીચે તપાસ કરતા ગલ્લા નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૨૬,૬૮૫ કિંમતના ક્વાટરિયા કુલ નંગ-૧૮૪ તથા બિયરના ટીન નંગ-૫૦ મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને આ અંગે વધુ કાર્યવાહી માટે તજવીજ આદરી હતી.

Social