Category: ગાંધીનગર એસટી ડેપોમાંથી 50 હજારની કિંમતના આઈફોનની ચોરી1

ગાંધીનગર એસટી ડેપોમાંથી 50 હજારની કિંમતના આઈફોનની ચોરી

ગાંધીનગરના પથિકાશ્રમ એસ. ટી ડેપો ખાતેથી મુસાફરોનાં સામાનની અવારનવાર ચોરી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. તસ્કરો માટે મોકળું મેદાન બની ગયેલા એસ. ટી ડેપોથી ભીડનો લાભ ઉઠાવી મુસાફરોના ખિસ્સા હલકા કરી ચોરી કરતા હોવાની ઘટના બને છે. જેનાં કારણે તસ્કરો પોલીસનો ડર રાખ્યા વિના એક પછી એક ગુનાને અંજામ આપી રહ્યા છે. એવામાં વધુ એક મુસાફરનું ખિસ્સું કપાયુ હોવાની ફરિયાદ ઉઠી છે. ચેરીસ મહેશભાઇ પટેલ જેઓ વૈભવ્યા બોયઝ હોસ્ટેલ સાઉથ બોપલ રોડ અમદાવાદ ખાતે રહે છે. અને બોપલ ખાતે આવેલ ઇન્ફો કસ્પ ઇનોવેશન પ્રાઇવેટ લીમીટેડ માં સોફટવેર એન્જીનીયર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે. તેમની પાસે બ્લેક કલરનો એપલ કંપનીનો આઇફોન-14 પ્રો મોબાઇલ ફોન હતો. જેની આશરે કિં.રૂ.50,000/- ની મત્તાની છે. જેમાં એરટેલ કંપનીનું સીમ કાર્ડ હતુ. ગઇ તા.20 ના રોજ તેમને વતન ખાતે જવાનું હોય તેઓ સવારના આશરે સાડા આઠેક વાગે છુટક વાહનમાં બેસીને ગાંધીનગર એસ.ટી ડેપો ખાતે આવેલ હતો. અને પ્લેટ ફોર્મ નં.3 ઉપર બસની રાહ જોઇને ઉભો હતો. તે દરમ્યાન નવેક વાગે ગાંધીનગર-વિસનગર જતી બસ આવતા તેઓ ફોન પેન્ટના ખીસ્સામાં મુકીને બસમાં ચઢતો હતો. તે દરમ્યાન બસમાં બેસવા જતાં લોકોની ભીડ ભાડ વધુ હોય ધક્કા મુક્કી થયેલ અને બસમાં ચડીને ખિસ્સામાંથી ફોન નીકાળવા જતાં જણાઈ આવેલ નહી. જેથી તેઓ બસમાં બેસેલ લોકોને મોબાઈલ બાબતે પૂછપરછ કરી બસમાથી નીચે ઉતરીને ત્યાં હાજર લોકોને પણ પૂછપરછ કરેલ પરંતુ મોબાઈલ બાબતે કોઈ હકીકત જાણવા મળેલ નહી અને કોઈ અજાણ્યો ચોર ઈસમ બસમાં બેસવા જતાં લોકોની ભીડ ભાડનો લાભ ઉઠાવી નજર ચૂકવી મોબાઈલ પેંટના ખીસ્સામાથી શેરવી (ચોરી) કરી લઈ ગયેલાનું જણાઈ આવતા તેઓએ 7સેક્ટર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Social