Category: ગાંધીનગર-માણસા હાઇવે ઉપર કાર ટ્રક સાથે અથડાઇ જતાં અમદાવાદના યુવકનું ઘટના સ્થળે મોત1

ગાંધીનગર-માણસા હાઇવે ઉપર કાર ટ્રક સાથે અથડાઇ જતાં અમદાવાદના યુવકનું ઘટના સ્થળે મોત

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનના આધેડ પોતાની ટ્રક લઈને માલ ઉતારવા માટે ગાંધીનગર-મહેસાણા હાઇ ઉપરથી રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે માણસા બોરૂ ચોકડી આગળ શીવપુરા પાટીયા પાસે પહોચતા ટ્રક પાછળ કોઇ વાહન અથડાવાનો અવાજ આવતા તેઓ તાત્કાલિક ટ્રક ઉભી રાખી તપાસ કરતાં એક સ્વિફ્ટ ગાડીના ચાલકે કાબૂ ગુમાવી લઈ તેમના ગાડી ટ્રકના પાછળના ભાગે અથડાવી દીધી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી કાર ચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો જો કે તેને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ અંગે ટ્રક ચાલકે ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

Social