Category: ગોધરામાં ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રેતીનું ખનન પર ખાણ ખનીજ વિભાગના દરોડા1

ગોધરામાં ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રેતીનું ખનન પર ખાણ ખનીજ વિભાગના દરોડા

પંચમહાલ જિલ્લામાં અખુટ પ્રમાણમાં ખનિજ સંપત્તિ આવેલ છે અને ભુમાફીયાઓ દ્વારા તેનું ગેરકાયદેસર રીતે ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ સતર્ક બની ચેકીંગ દરમ્યાન અલગ-અલગ વિસ્તારોમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતાં ટ્રક, ટ્રેકટર, ડમ્પર જેસીબી મશીન સહિતનો મુદ્દામાલ ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારે ગઇકાલે મોડી રાત્રે બાકરોલ ગામે ગોમાં નદીના પટમાં ગેરકાયદેસર હીટાચી મશીનથી રેતીની ખનન કરી રહેલા એક ઈસમની અટકાયત કરી 50 લાખનો મુદ્દામાલ કબજે કરી હિટાચી મશીનને સીઝ કરી ગોધરા કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે મૂકી દેવામાં આવ્યો હતો.

Social