Category: ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશન દ્વારા પરબનો જીર્ણોદ્ધાર કરાઈ શરૂ કરાઈ1

ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશન દ્વારા પરબનો જીર્ણોદ્ધાર કરાઈ શરૂ કરાઈ

આજે તારીખ ૩૧/૧૨/૨૦૨૩ ને રવિવારના રોજ સાણંદ માં આવેલ શ્રી સદભાવના કેન્દ્ર દ્વારા પીવાના મિનરલ વોટરની જે પરબો ચલાવવામાં આવે છે જેના ભાગરૂપે સાણંદ નગર પાલિકા નાં પાછળ નાં ભાગે જાહેર રાજમાર્ગ ઉપર પીવાના પાણી ની જૂની અને જર્જરીત થઈ ગયેલ પીવાના પાણીની પરબ નું રીનોવેશન કરી નવી બનાવવામાં આવેલ તેનું ઉદઘાટન કરવામાં આવેલ.આ કામ માં શ્રી સાણંદ ગ્રેઇન મર્ચન્ટ એશોસિએસન તરફ થી સંપુર્ણ સહયોગ તેમજ નિભાવણી ખર્ચ માટેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે આ પ્રસંગે વ્યાપારિ આગેવાનો ,શ્રી હરિભાઈ કોટક, શ્રી જીતુભાઈ રામવાણી,શ્રી મહિપતસિંહ સિસોદિયા,શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી ટીનાભાઈ મહેતા અને રજનીભાઇ કોટક વિગેરે આગેવાનો શ્રી સદભાવના કેન્દ્ર નાં સંચાલક શ્રી કમલેશભાઈ વ્યાસ તથા તેમની ટીમ હાજર રહી હતી.

Social