Category: ચાંગોદરની એક ફાર્મા કંપનીમાથી નશીલી દવાનું રેકેટ પકડાયું1

પંજાબ પોલીસ અને ગુજરાત ATSએ દરોડા પાડી 2 લોકોને ઝડપી લીધા: ચાંગોદરની એક ફાર્મા કંપનીમાથી નશીલી દવાનું રેકેટ પકડાયું

ચાંગોદરના એક ગોડાઉનમાં ગત એપ્રિલ મહિનામાં દિલ્હી સ્થિત નાર્કોટિક્સ વિભાગની ટિમે દરોડા પાડી 20 કરોડની કિંમતની 1 કરોડ જેટલી નશાકારક દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે ફરી એક વખત ચાંગોદર વિસ્તારમાંઆવેલ એક ફાર્મા કંપનીમાંથી નશીલી દવાનું રેકેટ પંજાબ પોલીસ અને ગુજરાત ATSએ દરોડા પાડી પકડ્યું છે. અને પંજાબ પોલીસે દરોડામાં એક પુરુષ અને એક મહિલાનીઅટકાયત કરી હતી.

    પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પંજાબ પોલીસ અને ગુજરાત ATSના નશાકારક દવા પકડવાના ઓપરેશન હાથ ધર્યું હતું.પંજાબની જેલમાં બંધ બે આરોપીઓ નશાકારક દવાની સપ્લાય કરતા હતા. આશરે દોઢ મહિના પહેલા અમૃતસરમાંથી પ્રિન્સ કુમાર નામના આરોપીને નશાકારક દવા સાથે પકડવામાં આવ્યો હતો. આરોપી પ્રિન્સ કુમારની પૂછપરછમાં સામે આવ્યું કે, પંજાબની ગોવિંદવાલ જેલમાં બંધ આરોપી મેજર સિંઘના કહેવાથી નશાકારક દવાઓ મગાવતો હતો. જેથી પોલીસે ગોવિંદવાલ જેલમાં બંધ આરોપી મેજરસિંહની અમૃતસરની ધરપકડ કરી હતી. મેજરસિંહ પૂછપરછમાં બલવીન્દરસિંહ આકાશસિંહ, સુરજીતસિંહ અને ગુરુપ્રીતસિંહના નામ સામે આવ્યા હતા. આરોપી ગુરુપ્રીત અને મેજરસિંહની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી પ્રિન્સ કુમાર પાસે આવેલો નશાકારક દવાનો જથ્થો ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા સચિન કુમારે આપ્યો હતો.   જેથી પોલીસે સચિનની જેની પણ ધરપકડ કરી હતી તપાસ કરતાં ચાંગોદર નજીકના ચાંચરવાડીમાં આવેલા ગ્લોસ ફાર્મામાંથી મંગાવતો હતો જેથી પંજાબ પોલીસે ગુજરાત ATSની મદદ લઈ શંકાસ્પદ દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પંજાબ પોલીસે મનીષ અને રેખાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Social