Category: ચેખલાની 60 કરોડની જમીન કૌભાંડમાં પોપ્યુલર ગ્રુપનો માલિક રમણ પટેલ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર : 2004 થી 2022 સુધી રમણ પટેલ વિરુદ્ધ 10 ગુના1

ચેખલાની 60 કરોડની જમીન કૌભાંડમાં પોપ્યુલર ગ્રુપનો માલિક રમણ પટેલ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર : 2004 થી 2022 સુધી રમણ પટેલ વિરુદ્ધ 10 ગુના

સાણંદના ચેખલા ગામના ખેડૂતની આશરે 50 થી 60 કરોડ કિંમતની પ્ર.સ.પ્ર. જમીન પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલ તેમજ તેના ભાગીદારો અને કંપના હોદ્દેદારોએ મળી જમીન પચાવી પાડવા બનાવટી હુકમ તૈયાર કરી જુદી જુદી 52 કંપનીના નામે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી કૌભાંડ કરતાં ચેખલાના ખેડૂત કનુભાઈ જીવાભાઇ પટેલએ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે રમણ પટેલ તેમજ તેના ભાગીદારો અને કંપના હોદ્દેદારો વિરુદ્ધ ગુનો નોંધી રમણ પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી સાણંદ કોર્ટમાં રજૂ કર્યો હતો.
પોલીસ સૂત્રોએ કહ્યું કે રમણ પટેલને કોર્ટેમાં રજૂ કરી પોલીસ તપાસ અર્થે 14 દિવસના રિમાન્ડની માંગ્યા હતા, પણ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જેને લઈને પોલીસે હાલ તપાસ નો ધમધમાટ હાથ ધર્યો છે. પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલ વિરુદ્ધ 10 ફરિયાદ નોંધાઈ છે જેમાં રમણ પટેલ વિરુદ્ધમાં વર્ષ ૨૦૦૪ થી ૨૦૨૨ સીધીમાં અલગ અલગ 4 પોલીસ સ્ટેશનમાં 10 ગુનાઓ નોંધાયા છે. જેમાં વસ્ત્રાપુર પો.સ્ટે.માં 4 ફરિયાદ, સોલા હાઇકોર્ટ પો.સ્ટે.માં ૩ અને સરખેજ અને બોપલ પો.સ્ટે.માં એક-એક ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

Social