Category: ઝુંડાલની ગંગા રેસિડેન્સીમાંથી 1 લાખની કિંમતનું લેપટોપ અને પાવર બેન્કની ચોરી1

ઝુંડાલની ગંગા રેસિડેન્સીમાંથી 1 લાખની કિંમતનું લેપટોપ અને પાવર બેન્કની ચોરી

સૂત્રોના પાસેથી મળતી માહિતી પ્રમાણે નરેન્દ્રભાઇ રામજન્મભાઇ ચોબે જેઓ ગંગા રેસીડેન્સી ઝુંડાલ સર્કલની પાસે ઝુંડાલગામ ખાતે રહે છે. તેમણે અડાલજ પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ છેલ્લા એક વર્ષથી પત્ની સાથે ભાડેથી પુરવભાઇ બળદેવભાઇ ખેરના મકાનમાં રહે છે. અને અમદાવાદ મેમનગર ખાતે બાયજુઝમાં છેલ્લા બે વર્ષથી મેનેજરની નોકરી કરે છે. તેઓએ ગઇ તા.20/07/2023 ના રોજ એક એસર કંપનીનુ પ્રેડીયેટર હીલિઓસ-16 મોડલનુ ખરીદેલ.આથી ગઇ તા.17 જાન્યુઆરીના રોજ સવારના અગીયારેક વાગ્યાના તેઓ નોકરી ઉપર ગયેલ અને રાત્રીના 9:50 વાગ્યાના ઘરે આવેલ અને ઘરની બહાર જમવાનુ ટીફીન દરવાજામાંથી લઇને ઘરમાં પ્રવેશ કરેલ અને ઘરમાં પ્રવેશ કરતા હોલના ટેબલ ઉપર એસર કંપનીનુ લેપટોપ તથા એમ. આઇ.કંપનીનુ પાવર બેન્ક જણાયેલ નહીં. અને ઘરમાં કોઇ અજાણી વ્યક્તીના ખુલ્લા પગના નીશાનો જણાતા હતા. અને હોલની અડીને આવેલ બાલ્કનીની એક સ્લાઇડર ખુલી હતી. અને તેને કોઇ બાહ્ય બળ દ્વારા ખોલવામાં આવેલ હોય તેમ જણાય છે. જેથી તેઓએ સોસાયટીના સેક્રેટરી કલ્પેશભાઇને ફોન કરીને બનાવની જાણ કરેલ. જેથી બધા ભેગા મળીને સોસાયટીના સીસીટીવી અંગેની તપાસ કરેલ. આથી એસર કંપનીનુ લેપટોપ કિ.રૂ. 1,00,000/- તથા એમ.આઇ. કંપનીની પાવર બેન્ક કિ.રૂ.500/-ની ગણાય. જે કોઇ અજાણ્યો શખ્સ ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી લઇ ગયેલ હોવાથી તેના વિરુદ્ધ અડાલજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Social