Category: ઝુંડાલ ગામની સીમમાં કાબૂ ગુમાવી લેતા રિક્ષા પલ્ટી ખાઈ જતાં ચાલકનું સારવાર દરમિયાન મોત1

ઝુંડાલ ગામની સીમમાં કાબૂ ગુમાવી લેતા રિક્ષા પલ્ટી ખાઈ જતાં ચાલકનું સારવાર દરમિયાન મોત

મળતી વિગત અનુસાર મૂળ ગાંધીનગરના ઇસનપુર ગામના અને હાલમાં અમદાવાદના નિકોલ ખાતે રહેતા દિનેશભાઈ મગનભાઈ પટેલના નાના ભાઈ ભદ્રેશ અને તેમની લારી પર કામ કરતો યુવક અજય નવઘણભાઈ દેવીપુજક બંને સાથે મિત્રની રિક્ષા લઈને ઘરે આવતી વખતે ઝુંડાલ ગામની સીમમાં પહોંચતા કોઈ કારણોસર રીક્ષાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. તેથી તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે અજયને સામાન્ય ઇજાઓ થઈ હતી. તેથી રાહદારીઓએ તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે પરિવારને જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ટ્રાન્સફર કરાયા હતા જો કે તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. મૃતદેહને પીએમ અર્થે ખસેડી આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Social