Category: ટીંબા અને મહિજડા ગામે રેલવે વાયર ની ચોરી કરનાર 4 ઈસમો પકડ્યા1

ટીંબા અને મહિજડા ગામે રેલવે વાયર ની ચોરી કરનાર 4 ઈસમો પકડ્યા

ટીંબા ગામની સીમમાં રેલવે લાઈનના થાંભલા ઉપર લગાવેલ 35000 ના તેમજ મહિજડા ગામની સીમમાં રેલવે લાઈનના કેબલની ચોરી થયાની ફરિયાદ દાખલ થઈ હતી.

રેલ્વે પ્રોજેક્ટની સાઈટ ઉપરથી કૉન્ટેક કોપર કેબલ વાયરની ચોરી અંગે પોલીસ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જે ગુન્હાઓની ગંભીરતા ધ્યાને લઇ અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી. કેમેરા ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન રીસોર્સીસ વિ. આધારે રેલ્વે લાઈનની આજુબાજુના વિસ્તારમાં તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ. પોલીસને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, મોહંમદ આમીર સન/ઓ અશરફ ઇકરામલી રોખ નાનો ફતેવાડીથી બાકરોલ સર્કલ તરફ પોતાની થમાહા કંપનીનું એકટીવા લઇ બાકરોલ સર્કલ તરફ આવનાર છે જેણે ચોરી થયેલ કેબલ વાયરો ઇસમે તેના સાગરીતો મારફતે ચોરી કરી વેચાણ કરેલ છે. જેથી પોલીસે ઇસમને પકડી વેચાણ આપેલ રેલ્વે લાઇનના કોન્ટેક કોપર કેબલ વાયર ડ્રમ અંદાજીત કિ.રૂ.૩૫૦૦૦/- નો રીકવર કરેલ છે. મોહંમદ આમીર સન/ઓ અશરફ ઇકરામલી શેખ ઉ.વ-૨૬ ધંધો- વેલ્ડીંગ તથા ભંગાર રહે, ફતેવાડી કેનાલ બિસ્મીલ્લા બેકરીની બાજુની ગલીમાં મતીન ડુપ્લેક્ષ ફતેવાડી (૨) જીશાન ઉર્ફે અસ્લમભાઇ શેખ ઉ.વ.૨૪ ધંધો ભંગાર રહે, ફતેવાડી સરખેજ અમદાવાદ મુળ રહે. ઉતરપ્રદેશ, (૩) જીશાન ઉર્ફે જેશુ દીલસાદ નજરેહાસન જાતે.દરજી ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે, સરખેજ અમદાવાદ મુળ રહે યુ.પી,
(૪) ઇમામુદીન અબ્દુલજી જાતે. તેલી ધંધો.ભંગાર વટવા અમદાવાદને પકડી લીધાં હતા પોલીસ તપાસમાં આરોપીઓ કરેલ કબુલાત કે સાણંદના કાણેટી ગામની સીમમાં રેલ્વે લાઈનની બાજુમાં નાળા જોડે જી.ઈ.બી ના અંડર ગ્રાઉન્ડ કેબલો આશરે ૪૦૦ કી.ગ્રાની ચોરી કરેલ છે.

Social