Category: ડરણ ગામે રસ્તા બાબતે કુટુંબીજનો વચ્ચે મારામારી થતા સામ સામે ફરિયાદ નોંધાઈ1

ડરણ ગામે રસ્તા બાબતે કુટુંબીજનો વચ્ચે મારામારી થતા સામ સામે ફરિયાદ નોંધાઈ

સાણંદ તાલુકાનાં ડરણ ગામે રસ્તા બાબતે કુટુંબીક ભાઈ વચ્ચે વચ્ચે મારા મારી થતાં બંને પક્ષોના લોકોને ઇજાઓ થતાં સારવાર માટે બાવળાની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યારે બંને પક્ષોએ ચાંગોદર પોલીસમાં સામ સામે ફરિયાદ નોંધાવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચાંગોદર પોલીસમાં સાણંદના ડરણ ગામ રહેતા નવઘણભાઇ દેવાભાઇ ખરડીયા (ભરવાડ)એ નોંધાયેલ ફરિયાદ અનુસાર નવઘણભાઇ તેમની ગાયો ભેસો લઈ વાડામાં બાધવા જતા હતા તે વખતે તેઓના કુટુંબીક ભાઈ સેંધાભાઈ જીવાભાઈ ખરડીયા પોતાના હાથમાં ખોળીવાળી લાકડી લઈ આવી નવઘણભાઇને કહેલ કે અહીંથી કેમ નિકળો છો આ રસ્તો અમારો છે તમારે અહીંથી નિકળવાનુ નહી તેમ કહી નવઘણભાઇએ કહેલ આ રસ્તો આપણા બાપ દાદાનો સહીયારો છે તો સેંધાભાઈએ એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાંની લાકડી નવઘણભાઇને માથામાં મારતા લોહી નિકળ્યું હતું સેંધાભાઈ નું ઉપરાણુ લઈ જીવણભાઈ ભગુભાઈ ખરડીયા તેના હાથમાં ખોળીવાળિ લાકડી તથા સોનલબેન સેંધાભાઈના ઓ હાથમાં દાતરડુ લઈ આવી જેમ ફાવે તેમ ગાળો બોલી ત્રણેય જણાયે ગડદા પાટુનો માર મારતા વચ્ચે છોડાવા પડેલ દેવાભાઈ ભગુભાઈ ખરડીયાને પણ માર મારી સોનલબેનએ હાથમાંનુ દાતરડુ દેવાભાઈના જમણા હાથ ઉપર મારી દેતા લોહી નિકળેલ લાકડી મારી ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી સમગ્ર મામલે ઇજાગ્રસ્તને સારવાર માટે બાવળાની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા અને નવઘણભાઇ દેવાભાઇ ખરડીયાએ ચાંગોદર પોલીસમાં સેંધાભાઈ જીવાભાઈ ખરડીયા,જીવણભાઈ ભગુભાઈ ખરડીયા, સોનલબેન સેંધાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સામે પક્ષે સેંધાભાઇ જીવણભાઇ ખરડીયા (ભરવાડ)એ ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમના ફળીયામાં બેઠા હતા તે વખતે તેઓના કુટુંબીક ભાઈ નવઘણભાઇ દેવાભાઇ ખરડીયા તેના હાથમાં કોદાળી લઈ આવી સેંધાભાઇને કહેલ કે તુ અમોને આ રસ્તેથી કેમ નિકળવા દેતો નથી તો સેંધાભાઇએ કહેલ કે આ રસ્તો અમારા ભાગમાં આવેલ છે એટલે નવઘણભાઇ એક્દમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાની કોદાળીનો પાછળ નો ભાગ માથાના ભાગે મારી દેતા લોહી નિકળેલ તે વખતે સોનલબેન સેધાભાઈ તથા જીવણભાઈ ભગુભાઈ વચ્ચે પડતા નવઘણભાઇએ તેઓને પણ ગાળો બોલી માર મારવા લાગેલ નવઘણભાઇનુ ઉપરાણુ લઈ દેવાભાઈ ભગુભાઈ ભરવાડ તેના હાથમાં લાકડી લઈ આવેલ તે લાકડી નવઘણભાઇએ લઈ જીવણભાઈ ડાબા હાથે કાડા પાસે મારી ફ્રેકચર કરી તથા સોનલબેનને માથામાં લાકડી મારતા લોહી નિકળ્યું હતું તેમજ પાછળથી શૈલેષભાઈ સુરેશભાઈ ભરવાડ લાકડી લઈ આવી સેંધાભાઇને બરડાના ભાગે મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી ઇજાગ્રસ્તને સારવાર માટે બાવળાની હોસ્પિટલ લઈ જવાયા હતા બનાવ અંગે સેંધાભાઇ જીવણભાઇ ખરડીયાએ ચાંગોદર પોલીસમાં નવઘણભાઇ દેવાભાઇ ખરડીયા,દેવાભાઈ ભગુભાઈ ભરવાડ અને શૈલેષભાઈ સુરેશભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Social