Category: તેમને નેત્રહીન કેમ કહેવાય?1

તેમને નેત્રહીન કેમ કહેવાય?

આજે ૭૫ વર્ષ ના એ મહાન ગુરુદેવ જન્મથી નેત્રહીન છે. શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને ૯૯% થી ઓછા માર્ક્સ મળ્યા નથી. એમણે ૨૩૦ પુસ્તકો લખ્યા છે. સૌથી મોટી વાત કે શ્રી રામજન્મભૂમિ ના કેસમાં તેમણે હાઇકોર્ટમાં ૪૪૧ પૂરાવા આપ્યા, એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામ નો જન્મ અહીં જ થયો હતો. તેમણે આપેલા એ ૪૪૧ પૂરાવા માં થી ૪૩૭ કોર્ટે સ્વિકાર્યા. એ દિવ્ય પુરુષ નું નામ છે જગદગુરૂ શ્રી રામભદ્રાચાર્ય.

૩૦૦ વકીલોની હાજરી થી ભરાયેલી કોર્ટમાં માં, એ ગુરુદેવ ને ચુપ કરવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી ન હતી. તેમને પૂછવામાં આવ્યું કે રામચરિત માનસ માં રામજન્મભૂમિ વિષે કોઈ ઉલ્લેખ છે ? ત્યારે ગુરૂદેવ શ્રી રામભદ્રાચાર્યજી એ સંત તુલસીદાસ ની એ ચોપાઈ સંભળાવી જેમાં શ્રી રામજન્મભૂમિ નો ઉલ્લેખ છે. ત્યાર બાદ વકીલે પૂછ્યું કે વેદમાં શું પ્રમાણ છે કે શ્રી રામ નો જન્મ અહીં જ થયો હતો ? તેના જવાબમાં શ્રી રામભદ્રાચાર્યજી એ કહ્યું કે અથર્વ વેદ માં દશમ કાંડ, ૩૧ મા અનુવાદમાં, દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે. તે સાંભળી ને જજ ની બેંચપર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું કે “સર તમે દિવ્ય આત્મા છો.”

સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલય માં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા જ થયા નથી, ત્યારે શ્રી રામભદ્રાચાર્યજી એ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહ ને પત્ર લખીને કહ્યું, “આપના ગુરુ ગ્રંથ સાહેબમાં ૫૬૦૦ વાર રામ નામનો ઉલ્લેખ થયેલો છે.”

આ બધી વાત શ્રી રામભદ્રાચાર્યજી એ, ટીવી ચેનલના પ્રખ્યાત જર્નલિસ્ટ સુધીર ચૌધરી ને એક ઇન્ટરવ્યૂમાં કહેલી છે.

આટલી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી. ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિ ધારી અવતાર છે. તેમને નેત્રહીન કહેવું પણ યોગ્ય નથી. કારણકે એક વખત સ્વ. પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી એ તેમને કહ્યું હતું કે,”તમારી દ્રષ્ટિ ની વ્યવસ્થા હું કરાવી શકું છું.” ત્યારે આ સંત મહાત્મા એ જવાબ આપ્યો હતો કે, “સંસાર જોવાની મને ઇચ્છા નથી.” તેઓ ઇન્ટરવ્યૂમાં આગળ કહે છે કે હું નેત્રહીન છું જ નહીં. મેં કદી અંધ હોવાનું કન્સેશન લીધું નથી. હું તો પ્રભુ શ્રી રામ ને ઘણા નિકટથી જોઉં છું.

આવા પુણ્યશાળી, અદ્ભૂત પ્રતિભાવાન, રામભક્ત ને કોટી કોટી વંદન
જય શ્રી રામ

Social