Category: દહેગામના મુવાડા ગામે ધોળા દિવસે ઘર પાસે પાર્ક બાઇકની ચોરી1

દહેગામના મુવાડા ગામે ધોળા દિવસે ઘર પાસે પાર્ક બાઇકની ચોરી

સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર ગાંધીનગરના દહેગામ તાલુકાના મુવાડા ગામે રહેતા નટવરસિંહ ખોડાભાઇ ઝાલા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇ તા.૫/૧/૨૦૨૪ના રોજ બપોરના બે વાગ્યાના સુમારે ખેતરેથી ઘરે આવીને તેમણે પોતાનું બાઇક ઘરની આગળ પાર્ક કર્યું હતું જો કે બાઈકમાં ચાલી ભરાવી રાખી હતી અને જમવા માટે ઘરમાં બેઠા હતા. ત્યારે કોઈ ઇસમે ધોળા દિવસે બાઇકની ચોરી કરી લીધી હતી. જમીને બહાર આવતા બાઇક જ્યાં મૂક્યું હતું ત્યાં જણાઈ આવેલ નહીં. બાઇકની આજુ બાજુમાં તપાસ કરતાં મળી આવેલ નહી જેથી આ અંગે ભાઇ ભારતસિંહ ખોડાભાઇ ઝાલા તથા દીકરા અલ્પેશ નટવરસિંહ ઝાલાને વાત કરી હતી. અગાઉ બાઇકના બે હપ્તા ન ભરેલા હોવાથી નટવરસિંહે નામદેવ ફીનવેસ્ટ પ્રા.લી.કંપનીના ફાયનાન્સના માણસોને બાઇક લઈ ગયા હોવાનું પૂછતાં તેમણે કંપનીના માણસો લઇ ગયેલ નથી તેવું જણાવા મળ્યું હતું. તેથી આ અંગે કોઈ ઇસમે તેમના બાઇકની ચોરી લીધી હોવાનું માલૂમ પડતાં તેમણે દહેગામ પોલીસ સ્ટેશનમાં ચોરી અને અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે.

Social