Category: દિવાળીએ અંબિકામાંથી રૂ.1 લાખથી વધુના ફટાકડા ખરીદનારા સામે આઈટીની તપાસ થશે1

દિવાળીએ અંબિકામાંથી રૂ.1 લાખથી વધુના ફટાકડા ખરીદનારા સામે આઈટીની તપાસ થશે

સુત્રોના જણાવ્યા અનુસાર ભાઈબીજના દિવસે અંબિકા ફાયરક્રેકરની રાજપથ ક્લબ નજીકની દુકાન, શિવરંજની પાસેની તેમજ રાયપુરની દુકાન અને હાથીજણના ગોડાઉન તેમજ રહેઠાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં અધિકારીઓએ કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઇલ, હિસાબી ચોપડા અને મોટા પ્રમાણમાં ખરીદ વેચાણના બિલો જપ્ત કર્યા હતા. દરોડામાં અધિકારીઓને ફટાકડાના વેચાણનાં બિલો મળ્યા હતા.કેટલાક બિલ રૂ. 1 લાખ કરતા વધુના હતા. ઈન્કમટેક્સ વિભાગે દ્વારા ફટાકડાની આટલી મોટી ખરીદી કરનારા વ્યક્તિઓ સામે ખાનગી રાહે તપાસ આદરી હોવાનું સૂત્રોએ કહ્યું છે.

Social