Category: ધામતવાણ પાસેથી રૂ. 7.31 લાખના દારૂ સાથે 3 ઝબ્બે1

ધામતવાણ પાસેથી રૂ. 7.31 લાખના દારૂ સાથે 3 ઝબ્બે

કણભા પો.સ્ટે. વિસ્તારના ધામતવણ ગામની સેર નામની સીમમાંથી રૂપિયા 61600 ની 357 નંગ બોટલો ગાડી, મોબાઈલ સહિત કુલ 731600 ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પડાયા હતા. પોલીસે મોસીનમીયા હબીબમીયા સરદારમીયા બેલીમ , જીતેન્દ્રસિંહ કાળુસિંહ ધીરૂજી વાઘેલા , ચંદ્રેશસિંહ ચંદો વિક્રમસિંહ બળદેવજી બીહોલાને પકડી વિદેશીદારૂ ક્યાંથી લાવેલ છે ? અને ક્યાં અને કોને આપવાનો હતો ? તે બાબતે પુછપરછ કરતા મહીન્દ્રા એકસ.યુ.વી. ગાડીનાં ચાલક મોસીને જણાવેલ કે હું જે એકસ.યુ.વી. ગાડી સાથે પકડાયેલ તે ગાડી લઈને અગાઉ રાજસ્થાન પાથાવાડાથી આગળ ગુંદરી ચેકપોસ્ટની પાસે નેળીયામાં ભાણાભાઇ રહે. રાજસ્થાન વાળાની પાસેથી ઇંગ્લીશ દારૂ ભરીને લઇ આવું છું મંગળવારે ગાડી લઇને રાજસ્થાન ગયેલ હતો અને ત્યાંથી દારૂની નાની મોટી બોટલોની 21 પેટીઓ ભરેલ હતી અને તે લઇને હું આવતો રહેલ હતો અને તેમાંથી અમુક પેટીઓ રામોલ તળાવ પાસે ઉતારેલ હતી અ ને તેમાંથી વધેલ ઇંગ્લીશ દારૂ અગાઉ હું ધામતવાણ ગામની સીમમાં જીતેન્દ્રસિંહ કાળુસિંહ વાઘેલા તથા ચંદ્રેશસિંહ વિક્રમસિંહ બિહોલાને આપવા ગયેલ હતો. આ કામગીરીમાં પોલીસ કર્મીઓએ કામગીરી કરી હતી.

Social