Category: ધોલેરામાં પ્લોટ અને દુકાન પચાવી પાડનાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ1

ધોલેરામાં પ્લોટ અને દુકાન પચાવી પાડનાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

ધોલેરા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીએ માલિકીની દુકાન અને પ્લોટને પચાવી પાડવા આકારણીમાં કબજેદારના નામ ચડાવી કૌભાંડ આચર્યુ હોવાનુ અરજદાર દ્વારા કલેક્ટરને રજુઆત કરાઈ હતી. જેથી – ધોલેરાના 2 શખ્સ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના ધોલેરા ગામના આશાલતાબેન રસિકલાલ સોનપાલને (હાલ રહે.બોડકદેવ,. મુળ. ધોલેરા) ધોલેરા ખાતે મિલકત નંબર 2601ની દુકાન અને મિલકત નંબર 1952નો પ્લોટ તેમની દીકરી અમી અને આશાલતાબેનના નામે છે.આશાલતાબેને તા. 28-6-2022એ તેમના ક્લાર્ક પિયુષ દવેને ધોલેરા ગ્રામ પંચાયત ખાતે તેઓની માલીકીની મિલકત નં. 2601 વાળી દુકાન અને મિલકત નં 1953 ખુલ્લા પ્લોટવાળી જમીનનો વેરો ભરવા માટે મોકલ્યા હતા. દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમની મિલકત નં. 2601 વાળી દુકાનની આકારણીમાં કબજેદાર તરીકે વિક્રમસિંહ કરણસિંહ ચુડાસમાંનું નામ દાખલ થયેલું છે. જેથી તે અંગે તપાસ કરતા જાણવા મળેલું કે વિક્રમસિંહનું અવસાન થઈ ગયેલું છે અને હાલ તેમના દીકરા પઘુમનસિંહએ આ દુકાન ઉપર કબજો કરી દુકાન ભાડે આપી છે. તેવી જ રીતે તેમની મિલકત નંબર 1953ના પ્લોટ વાળી આકારણીમાં રણજીતસિંહ ભરતસિંહ ચુડાસમા નામ દાખલ થયેલું હતું. આ પ્લોટ ઉપર રણજીતસિંહે કબજો કર્યો છે. આ અંગે આશાલતાબેન રસિકલાલ સોનપાલે અમદાવાદ કલેક્ટરને અરજી કરતાં નાયબ કલેક્ટર ધંધુકાએ તપાસ હાથ ધરી હતી તથા કબજેદારો અને આ કૌંભાડ સાથે સંકળાયેલ તમામ ઈસમો વિરૂદ્દ પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિકારીને આદેશ કર્યા હતા. આશાલતાબેને ધોલેરા પોલીસ સ્ટેશનમાં પ્રઘુમનસિંહ વિક્રમસિંહ ચુડાસમાં અને રણજીતસિંહ ભરતસિંહ ચુડાસમાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કૌંભાડ અંગે આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ ચલાવી રહ્યા છે.

Social