Category: ધોળકા સરખેજ હાઇવેનુ કામ ગોકળગતિએ : લોકો ત્રાહિમામ1

ધોળકા સરખેજ હાઇવેનુ કામ ગોકળગતિએ : લોકો ત્રાહિમામ

ધોળકા થી સરખેજ બાકરોલસર્કલ સુધી નવા બનતા ફોરલાઈન હાઇવે નું કામ આશરે ત્રણ વર્ષથી ધીમી ગતિએ થઈ રહ્યું છે આ રોડની બંને બાજુ ખોદકામ કરી મોટા મેટલ પૂરીને કામ અડધુ તેમજ અયોગ્ય ખતરા રૂપી મૂકી દીધેલ છે રોડની બંને બાજુ મેટલ તથા કપચી નાખવાથી અવારનવાર ટુવિલર સાધનો સ્લીપ થઈ જાય છે અને અકસ્માત સર્જાય છે તેમજ વિસલપુર થી બનાવેલ થોડા અંતર સુધીનું ડિવાઈડર પણ ખૂબ જ અયોગ્ય રીતે બનાવેલ છે આ ડિવાઈડરની બાજુમાં કોઈપણ પ્રકાર નુ રેડિયમ સાઇન બોર્ડ લગાવેલ નથી જેના કારણે રાત્રિના સમયે ઘણા બધા અકસ્માત સર્જાય છે તેમજ ઘણા બધા ફોરવીલ અને ટુ વ્હીલ ચાલકો આ ડિવાઇડર સાથે અથડાય છે આ રોડ ની હાલત એટલી ખરાબ છે કે આ રોડ ઉપર આવતા તમામ ગામના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે આ ફોર લાઇન હાઇવે નું કામ વહેલી તકે પૂર્ણ કરવા માં આવે તે માટે બદરખા ગામના સામાજિક કાર્યકરએ ઈમેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુવાત કરી હતી.

Social