Category: નારોલમાં મેડિકલના ગોડાઉનમાં લાગેલ આગ 6 કલાક બાદ કાબુમાં આવી ; ફાયરબ્રિગેડની 18 ગાડીઓ દોડી1

નારોલમાં મેડિકલના ગોડાઉનમાં લાગેલ આગ 6 કલાક બાદ કાબુમાં આવી ; ફાયરબ્રિગેડની 18 ગાડીઓ દોડી

અમદાવાદના નારોલ વિસ્તારમાં ગુજકોમાસેલ પાસે આવેલા શ્રીનાથ એસ્ટેટમાં મેડિકલના ગોડાઉનમાં ભીષણ આગ ભારે જાહેરાતથી કાબુમાં આવી હતી. મેડિકલના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની કુલ 18 જેટલી ગાડીઓ અને 50થી વધુ ફાયરના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે 6 કલાકની ભારે જહેમત બાદ મેડિકલના ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.

મળતી માહિતી મુજબ મોડી નારોલ વિસ્તારમાં કાદમવાડા ફેક્ટરીની સામે આવેલા શ્રીનાથ એસ્ટેટના એક ગોડાઉનમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની પ્રથમ ચાર જેટલી ગાડીઓ સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચતા આગ વિકરાળ જોવા મળી હતી. મેડિકલનું ગોડાઉન હતું, જેમાં દવા બનાવવા માટે વપરાતું કેમિકલ, પતરા, શેડ સહિતની જગ્યાએ આગ લાગી હતી. જેથી આગ ભીષણ બનતા ફાયરબ્રિગેડની કુલ 18 જેટલી ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો 50 કર્મીના સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. ત્યારબાદ કુલિંગ કરવાની કામગીરી પણ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આગનું કારણ જાણવા માટે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા એફએસએલને બોલાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Social