Category: પુખ્ત સ્ત્રી લગ્નની લાલચમાં આવી સંમતિથી શારીરિક સંબંધ બાંધે તો તેને દુષ્કર્મની વ્યાખ્યામાં મૂકી શકાય નહીં : સેશન્સ કોર્ટ1

પુખ્ત સ્ત્રી લગ્નની લાલચમાં આવી સંમતિથી શારીરિક સંબંધ બાંધે તો તેને દુષ્કર્મની વ્યાખ્યામાં મૂકી શકાય નહીં : સેશન્સ કોર્ટ

મેટ્રિમોનિયલ સાઇટ પરથી અજાણ્યા પુરુષ અને મહિલા વચ્ચે બંધાતા સંબંધો માટે ચેતવણીરૂપ કિસ્સો સેશન્સ કોર્ટ સમક્ષ નોંધાયો છે. કેનેડાનું નાગરિકત્વ ધરાવતા પુરુષ સાથે સામેથી સંબંધ કેળવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધનાર મહિલાએ પાછળથી પુરુષ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પુરુષની ધરપકડ થઇ હતી.

પુરુષે રેગ્યુલર જામીન અરજી કરતા એવી રજૂઆત કરી હતી કે, મહિલાએ સામેથી તેની જાતે જ સંપર્ક કર્યો હતો અને તેની મરજીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉપરાંત તે મહિલા પોતે ડિવોર્સી હોવાની વાત પણ છુપાવી હોવાનું કોર્ટે જણાવ્યું હતું. સેશન્સ કોર્ટે કેનેડિયન નાગરિકને રેગ્યુલર જામીન મંજૂર કરીને એવું અવલોકન કર્યુ હતું કે, મહિલા પુખ્ત વયની અને ડિવોર્સી હોવાથી લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધે તે દલીલ ગ્રાહ્ય રાખી શકાય નહીં અને તે માટે દુષ્કર્મ શબ્દ વાપરી શકાય નહીં.

પુરુષ સામે નોંધાવેલી ફરિયાદમાં મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે, તેને લગ્નની લાલચ આપીને કેનેડાના નાગરિકે હોટેલમાં લઇ જઇને અને જાહેરમાં પણ દુષ્કર્મ આચર્યુ છે, એટલું જ નહીં ત્યાર પછી લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ કેસમાં પુરુષ તરફથી એડવોકેટ એ રજૂઆત કરી હતી.

અમદાવાદની 35 વર્ષીય ડિવોર્સી મહિલાએ મેટ્રિમોનિયલ સાઇટ પરથી એપ્રિલ-2022માં કેનેડાનું નાગરિકત્વ ધરાવતા પુરુષનો સંપર્ક કર્યો હતો. તે પછી મોબાઇલ પર વાતો શરૂ કરી હતી. 2023માં કેનેડાથી પુરુષ તેના માતા-પિતાને મળવા અમદાવાદ આવ્યો હતો. એ પછી બંને વચ્ચે મુલાકાતો થઇ હતી. ભોગ બનનાર મહિલા અને આ પુરુષ હોટેલમાં જતા હતા અને મરજીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. બંને વચ્ચે મુલાકાતો દરમિયાન અનેક વખત હોટેલની રૂમો સિવાય જાહેરમાં પણ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા

Social