Category: બગોદરા પાસે ટ્રક પાછળ બાઈક ધુસી જતાં બાઇકચાલકનું મોત1

બગોદરા પાસે ટ્રક પાછળ બાઈક ધુસી જતાં બાઇકચાલકનું મોત

       પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદના શેલા ગામમાં રહેતાં વિકાસ સરોજ (ઉત્તર પ્રદેશ) મજુરી કરીને પોતાના કુંટુંબનું ગુજરાન ચલાવે છે. તેમનું કામ ટાટા કંપની લોથલ ખાતે ચાલતું હોવાથી ત્યાં કામ કરતાં હતાં. સવારે 7 વાગ્યે તે અને તેમના જ ગામનો સરજીત પાસવાન બાઇક લઇને લોથલથી અમદાવાદ આવવા માટે નિકળ્યા હતા. તેઓ બગોદરા પાસેથી પસાર થઈ રહ્યા હતાં અને બાઈક સરજીત ચલાવતો હતો. 
       દરમિયાન આશરે 9 વાગ્યે આગળ જઈ રહેલા ટ્રકચાલકે બ્રેક મારતાં ટ્રકની પાછળ ધુસી ગયું હતું. બંનેને માથામાં અને મોઢાના ભાગે ઇજાઓ થવા પામી હતી. જેથી તેઓ બેભાન થઈને પડી ગયા હતા. ત્યાંથી પસાર થઈ રહેલા વાહનચાલકો ભેગા થઇ જતાં કોઇએ 108ની ઈમરજન્સી સેવાને ફોન કરતાં તરત 108 એમ્બ્યુલન્સ આવી ગઇ હતી. બંને ઇજાગ્રસ્તોને બાવળા સામૂહીક આરોગ્ય કેન્દ્ર લઇ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પીટલમાં લઇ ગયા હતાં. જ્યાં સરજીતનું સારવાર દરમ્યાન મોત થવા પામ્યું હતું. અને વિકાસને વધુ સારવાર માટે સિવિલમાં કરાયો હતો.
Social