Category: બારેજા ના ફ્લેટમાં રૂ.94 હજારના મુદ્દામાલની ચોરી કરનાર 2 ઇસમોને LCBએ પકડ્યા1

બારેજા ના ફ્લેટમાં રૂ.94 હજારના મુદ્દામાલની ચોરી કરનાર 2 ઇસમોને LCBએ પકડ્યા

તાજેતરમાં દસ્ક્રોઈના બારેજા ગામે આવેલ રાધે પેરાડાઈઝ ફ્લેટમાં ધરનો દરવાજો ખુલ્લો હતો તે દરમ્યાન અજાણ્યા ચોરે મોબાઈલ,રોકડ સહિત રૂ.94 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં અસલાલી પોલીસમાં બનાવ અંગે ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર ઘટનામાં ગ્રામ્ય એલસીબી પી.આઈ આર.એન. કરમટીયા સહિત ટીમે તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન ASI વિજયસિંહ મસાણી તથા HC જયદિપસિંહ ચાવડાને મળેલ સંયુક્ત બાતમી આધારે સરદારનગરમાં રહેતા આરોપી નવિન શામજીભાઈ ઝવેરભાઈ પ્રજાપતિ (હાલ નોબલનગર તથા તુરખાગામ તા.જી.-બોટાદ) અને ધોળકાના અમરતભાઈ કિશનભાઈ પુંજાભાઈ મારવાડી (સલાટ) (હાલ રહે. નોબલનગર)(મુળ રહે, ખલ્લકપુરા ધોળકા)ને ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન૧ કિ.રૂ. ૫૦૦૦/- તથા અન્ય મોબાઈલ તથા એક્ટીવા મળી કુલ રૂપિયા ૭૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social