Category: બાવળાના દહેગામડામાંથી ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરાઈ1

બાવળાના દહેગામડામાંથી ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરાઈ

બાવળાના દહેગામડામાં આવેલા મહાદેવના મંદિર આગળ ચોકમાં પાર્ક કરેલી ઇકો કારનું સાયલેન્સર રાત્રે ચોરો કાઢીને લઇ જતાં કારમાલિકે કેરાળા જીઆઇડીસી પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
બાવળા તાલુકાના દહેગામડા ગામમાં આવેલી રાવલ ફળીમાં રહેતાં હિતેશભાઇ ઘનશ્યામભાઈ ડાભી ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને ઇકો કાર લઇને સવારે સાણંદ તાલુકાનાં અમથાપુરા ગામમાં તેમનાં ફઇબાનાં ઘરે ગયા હતા. સાંજના સમયે કામ પતાવીને પરત ઘરે આવીને ગામના મહાદેવના મંદિર આગળ ચોકમાં કાર પાર્ક કરી હતી. સવારે તેમના મામાના ઘરે સાણંદ તાલુકાનાં મેલાસણા ગામમાં જવાનું હોવાથી ઇકો કારની સાફ સફાઈ કરીને કાર ચાલુ કરી હતી. તે દરમ્યાન કારના સાયલેન્સરમાંથી અલગ પ્રકારનો અવાજ આવતાં કારમાંથી નીચે ઉતરીને સાયલેન્સર જોતાં કારનું સાયલેન્સર જોવા મળ્યું ન હોતું. જેથી આજુબાજુમાં અને ગામમાં તપાસ કરતા કોઈ સગડ નહીં મળતાં તેમણે કેરાળા જીઆઇડીસી પોલીસમાં 30 હજાર રૂપિયાના ઇકો કારના સાયલેન્સરની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Social