Category: ભાવનગરમાં સરતાનપર વાવડી ગામમાં રાત્રીની જગ્યાએ દિવસે વીજ પુરવઠો આપવાની સાથે ખેડૂતોએ PGVCL કચેરીએ આવેદન પાઠવ્યું1

ભાવનગરમાં સરતાનપર વાવડી ગામમાં રાત્રીની જગ્યાએ દિવસે વીજ પુરવઠો આપવાની સાથે ખેડૂતોએ PGVCL કચેરીએ આવેદન પાઠવ્યું

ભાવનગર જિલ્લાના સરતાનપર વાવડી વિસ્તારના ખેડૂતોને રાત્રીના સમયે વીજ પુરવઠો મળી રહ્યો છે, તેની જગ્યાએ દિવસે વીજ પુરવઠો મળે તે માટે ચાવડી ગેઈટ ખાતે આવેલી પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતો રજૂઆત કરવા દોડી આવ્યાં હતા.

સરતાનપર વાવડી વિસ્તારના ખેડૂતોને મામસા ડીવીઝન અને ભાવનગરમાં આવતા ફીડર જેવા કે નાગધણીબાં અને કોબડી બને ફીડરમાં રાત્રીના થ્રી ફેઈઝમાં પાવર આપે છે, અને બીજા ફીડરોમાં દિવસે પાવર મળે છે, જ્યારે નાગધણીબાં અને કોબડી ફીડરમાં રાત્રીના 12 થી સવારના 6 વાગ્યા સુધી વીજ પુરવઠો આપવામાં આવે છે, રાત્રીના 12 થી 6 દરમ્યાન જીવજંતુઓની બીક, તથા પશુઓની બીકના કારણે ખેડૂતો રાત્રીના સમયે પાણી વાળી શકતા નથી, જેને લઈ ચાવડી ગેઈટ ખાતે આવેલી પીજીવીસીએલ કચેરીના અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Social