Category: મનીપુર ગામના 20 વર્ષીય યુવકનું ઘુમા પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત1

મનીપુર ગામના 20 વર્ષીય યુવકનું ઘુમા પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત

સાણંદના મનીપુર ગામના 20 વર્ષીય યુવક એક્ટિવા પર ઘુમા તરફ જતાં રોડ પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતુ જ્યારે તેના મિત્રને ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક તેનું વાહન લઈને ફરાર થયો હતો.
મનીપુર ગામે 20 વર્ષીય ધર્મેશ રાજુભાઇ વાઘેલા રહે છે અને ધર્મેશ વાઘેલા અને તેનો મિત્ર આદર્શસિંહ સાથે ટુ-વ્હીલ૨ પર ઘુમા તરફ જતાં હતા તે દરમ્યાન ઘુમા પાસે આવેલ સેલેસ્ટા એપાર્ટમેન્ટ પાસે ટી.પી. રોડ ઉપર કોઇ અજાણ્યો વાહન ચાલકે તેનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ટુ-વ્હીલર જતાં ધર્મેશ વાઘેલા અને તેનો મિત્ર આદર્શસિંહને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો. અકસ્માતમાં ધર્મેશને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું જ્યારે આદર્શસિંહને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પીટલ ખસેડયો હતો. બનાવ અંગે વિનોદભાઇ ઉદેસિંગ વાઘેલાએ બોપલ પોલીસમાં અકસ્માત કરનાર અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

Social