Category: મનીપુર નજીક સંસ્કારધામમાં પ્રાકૃતિક કૃષિ મેગા શિબિરમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા1

મનીપુર નજીક સંસ્કારધામમાં પ્રાકૃતિક કૃષિ મેગા શિબિરમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લાના ખેડુતોને ગુણવત્તાયુક્ત ઉત્પાદન સહ ઉત્પાદકતાથી લઇ મુલ્યવર્ધન, માર્કેટીંગ તેમજ સર્ટીફીકેશન જેવી સંલગન બાબતોનો સમાવેશ કરી પ્રાકૃતિક કૃષિ મેગા શિબિરનું આયોજન સાણંદના મનીપુર પાસે સંસ્કારધામ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખેડૂતોને સન્માનિત કરાયા હતા. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપી મેગા શિબિરમાં વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ સહીત સાણંદ તાલુકાના ખેડૂતો, જિલ્લા અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Social