Category: માંડલના મોતિયાકાંડમાં તપાસ કમિટીએ તપાસનો પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો, હોસ્પિટલના પ્રોટોકોલનું પાલન નહોતું થયું1

માંડલના મોતિયાકાંડમાં તપાસ કમિટીએ તપાસનો પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો, હોસ્પિટલના પ્રોટોકોલનું પાલન નહોતું થયું

સૂત્રોના જણાવ્યા અનુસાર માંડલના મોતિયાકાંડમાં તપાસ કમિટીએ તપાસનો પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે. ઘટનામાં અસરકર્તા પરિબળો અંગે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક તબીબનો અભાવ હોવાનું તારણ પણ સામે આવ્યું છે. સાથે જ પેરા મેડિકલ સ્ટાફની ઘટ તથા પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ ન હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત હોસ્પિટલના પ્રોટોકોલનું પાલન નહોતું થયું. ટ્રસ્ટની ખાનગી હોસ્પિટલ હોવાથી સરકાર સાથે એમઓયુ નથી અને સરકારની ગ્રાન્ટ પણ ન લેતી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે.હાલમાં અન્ય સૂચના ન મળે ત્યાં સુધી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Social